
નમસ્કાર પ્રેમ, આનંદ અને નિર્દોષતાના મૂર્તિમંત સ્વરૂપ એવા બાળકને વિકાસનું વાતાવરણ પુરૂ પાડવું, એની આંતરશકિતઓને ઓળખી તેને વિકસાવવી એ અમારી શાળાનો મુખ્ય ધ્યેય છે. શૈશવને ખીલંતુ મહેકતું અને હસતું કરવા માટે અમે હંમેશા તત્પર રહીએ છીએ. બાળકોમાં શક્તિતો અનંત છે, પણ તે અવ્યકત છે. અવ્યક્ત ગુણોને ખીલવી શકે. અને શકિતને જાગૃત કરી કાર્યમાં જોડી શકે તેનું નામ શિક્ષણ. આવા શિકસનની સંરચના જ સમાજ માટે ઉપકારક છે. જે બાળકના અનંત વિકાસની દિશાને દીવાદાંડીની જેમ અજવાળી શકે. સૃષ્ટિના સર્જનહારે સર્જેલી મનુષ્યસૃષ્ટિમાં બાળકો એ ઈશ્વરનું અડ્ર્ભુતસર્જન છે. બાળક જન્મથી જ ક્રીડા વૃતિ ધરાવે છે. તેથી બાળકમાં રહેલી આંતરિકશક્તિ ઓના વિકાસ માટે શાળા હંમેશા તત્પર રહે છે.
વધુ વાંચો »